Psalms 58

1શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો?
હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો?
2ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો;
પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો.

3દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે;

તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
4તેઓનું વિષ સાપના વિષ જેવું છે;
તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
5કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો
પણ અવાજ સાંભળતો નથી.

6હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો;

હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
7તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ;
જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
8ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા
અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ.

9તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,

પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
10જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે;
તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે,
કે જેથી માણસો કહેશે કે, “ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે;
નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”
11

Copyright information for GujULB